Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : ગણેશ વિસર્જનને અનુલક્ષી વૈકલિક માર્ગોનો ઉપયોગ કરવા અંગેનું જાહેરનામું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તારીખ ૧૭મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનની શોભાયાત્રા વ્યારા નગરમાંથી નીકળશે અને તેમાં ખુબ જ મોટી સંખ્યામાં લોકો જોડાશે, ટીચકીયા, તા.સોનગઢ ખાતે આવેલ, ઝાંખરી નદીના ઓવારા ખાતે મોટી સંખ્યામાં શ્રી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે, જેથી ગણપતિ વિસર્જનના રૂટ ઉપર કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ આ માર્ગો ઉપર વાહન વ્યવહાર બંધ રાખવા માટે તેમજ બંધ કરેલા માર્ગોનું વાહન વ્યવહાર સુચવેલ તારીખ, સમય અને વૈકલ્પિક માર્ગોથી પસાર કરવા તથા જાહેર જનતાનાં હિતાર્થે સુરક્ષિત અને સરળ ટ્રાફિક સંચાલન તેમજ જાહેર વ્યવસ્થાની જાળવણી માટે તારીખ ૧૭મી સપ્ટેમ્બરનાં રોજ ગણેશ વિસર્જનના સરઘસ તથા જાહેર જનતાને અવર-જવર માટે અંડચણ ન પડે તે માટે બંધ કરવાના માર્ગો અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.આર.બોરડે જાહેરનામું પ્રસિધ્ધ કરી નીચે મુજબના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જણાવ્યું છે.

 

જાહેરનામાં મુજબ

જનક ચાર રસ્તાથી કાનપુરા, જનક ચાર રસ્તાથી કાનપુરા, રામજી મંદિર, SOG ચોકી તરફ આવતા નાના મોટા વાહનો બંધ કરી આ રસ્તાનો વાહન-વ્યવહાર ને.હા.નં.૫૩ થઈ જુના પેટ્રોલપંપથી સયાજી સર્કલથી પસાર થઇ શકશે,

 

ઉનાઇ નાકા તરફથી જુના બસ સ્ટેન્ડ તરફ આવતા નાના મોટા વાહનો બંધ કરી આ રસ્તાનો વાહન વ્યવહાર ને.હા.નં.૫૩ થઇ જુનાં પેટ્રોલપંપથી સયાજી સર્કલથી પસાર થઇ શકશે,

 

સયાજી સર્કલ તરફથી જુના બસ સ્ટેન્ડ તરફ આવતા નાના મોટા વાહનો બંધ કરી આ રસ્તાનો વાહન-વ્યવહાર સયાજી સર્કલથી જુના પેટ્રોલપંપથી ને.હા.નં.૫૩ ઉપર થઇ પસાર થઇ શકશે,

 

વ્યારાથી ડોલારા તરફ જતા નાના-મોટા વાહનો વ્યારાથી ભેંસકાત્રી તરફ જતા મદાવ અથવા સરૈયા ચાર રસ્તાથી છીંડીયા ચાર રસ્તા થઇ મેઘપુરથી બાલપુરથી સ્ટેટ હાઇ-વે નં.૧૭૨ થી પસાર થઈ શકશે,

 

કરજવેલ/ડોલારાથી વ્યારા તરફ આવતા નાના-મોટા વાહનો કરંજવેલથી વ્યારા તરફ આવતા બાલપુર પાટીયાથી બાલપુર ચાર રસ્તા થઈ મેધપુર ચાર રસ્તા-છીડીયા ચાર રસ્તાથી સરેયા ચાર રસ્તા થી પસાર થઈ શકશે.

 

આ જાહેરનામું તારીખ ૧૭.૦૯.૨૦૨૪ના રોજ સવારના ૧૦.૦૦ કલાકથી ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!