સોનગઢનાં સાદડકુવાના નિશાળ ફળિયામાં રહેતા શિવાજીભાઈ મિનાભાઈ ગામીત ગત તારીખ ૩૧-૩-૨૦૨૫ નારોજ બપોરે ગામમાં આવેલી વડીલો પાર્જીત જમીનમાં ખેતી કરવા માટે પરિવાર સાથે સાફ-સફાઈ કરી રહ્યો હતો.
ત્યારે તેનો સંબંધી નિતેશભાઈ રમેશભાઈ ગામીત અને તેની માતા ઝીણીબેન રમેશભાઈ ગામીત (બન્ને રહે.સાદડકુવા) ત્યાં આવી પહોંચ્યા હતા અને ‘તમારું અહીં કંઈ લાગે વળગે નહીં, અહીંથી નીકળી જાવ’ તેમ કહેતા શિવાજી ગામીતે જણાવેલ કે ‘આ મારા દાદાની જમીન છે, અમે કેમ નીકળી જઈએ’ આ સાંભળી ઉશ્કેરાઈ ગયેલા નિતેશ ગામીતે ગાળો બોલી “આ વર્ષે તારે ખેતી કરવાની નથી ‘તેમ કહી શિવાજી ગામીતની ગરદન પકડી નીચે પાડી દઈ માથામાં પથ્થર મારી દીધો હતો.
ત્યાર પછી પણ નિતેશ ગામીતે લોહીલુહાણ થયેલા શિવાજી ગામીતને ફરી જમીન પર અફાળી દઈ મોઢું જમીનમાં ધસડવા લાગ્યો હતો. ત્યારે છોડાવવા આવેલ શિવાજીના માતા-પિતા અને પત્નીને પણ નિતેશ ગામીત તથા તેની માતા ઝીણીબેન ગામીતે માર માર્યો હતો. નિતેશ ગામીતે શિવાજીના વૃદ્ધ દાદા કે જેઓ દૂર બેઠા હતા. તેમની ચાલવાની લાકડી ઝુંટવી લઈ દાદાને પણ બરડામાં લાકડીનો સપાટો મારી દીધો હતો. આ હુમલાથી શિવાજી ગામીતને માથામાં ૬ ટાંકા લેવા પડયા હતા. જોકે સારવાર બાદ રજા મળ્યા પછી શિવાજી ગામીતે સોનગઢ પોલીસ મથકે હુમલો કરનાર નિતેશ ગામીત અને તેની માતા ઝીણીબેન ગામીત સામે ગુનો નોંધાવ્યો હતો.
