Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

“વિશ્વ આદિવાસી દિવસ”ના યાદગાર દિને ચિખલી તાલુકાના નાગરિકોની આરોગ્યલક્ષી સુવિધામાં થયો વધારો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આજે ૦૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર હંમેશા વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહી છે. આદિજાતિ બંધુઓની હંમેશાથી આરોગ્ય દરકાર કરીને રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અને સ્વાસ્થ્ય કાર્યક્રમ અમલમાં મૂક્યા છે. ત્યારે આજના યાદગાર દિને નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં સાદડવેલ, મીયાંઝરી અને ગોડથલ એમ ત્રણ સબસેન્ટરનું લોકાર્પણ થતા ચિખલી તાલુકાના નાગરિકોની આરોગ્યલક્ષી સુવિધામાં વધારો થયો છે.

નવસારી જિલ્લા પંચાયત હસ્ત આરોગ્ય વિભાગની કચેરી અંતર્ગત ચીખલી તાલુકાના સાદડવેલ ગામ ખાતે ૩૩ લાખના ખર્ચે નવનિર્મિત અધ્યતન સુવિધાસભર સબસેન્ટરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયુ છે. આ ઉપરાંત મીંયાઝરી ગામમાં પણ ૩૩ લાખના ખર્ચે નવનિર્મિત અધ્યતન સુવિધાસભર સબસેન્ટર અને ગોડથલ ગામે પણ ૩૩ લાખના ખર્ચે નવનિર્મિત અધ્યતન સુવિધાસભર સબસેન્ટરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા આજના દિને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તમામ સબસેન્ટરમાં આરોગ્ય કર્મચારીઓમાં ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પસ હેલ્થ વર્કર આશા વર્કર, CHO સહિત અધ્યતન આરોગ્યલક્ષી સુવિધાઓ દવાઓનો ઘર આંગણે વિના મૂલ્ય લાભ મળશે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!