રેડ ક્રોસ સોસાયટી દર વર્ષે તારીખ ૮ મે નાંરોજ ‘વિશ્વ રેડ ક્રોસ દિવસ’ તરીકે ઉજવે છે. આ દિવસે રેડ ક્રોસ સોસાયટીનાં સ્થાપક જીન હેન્રી ડુનાન્ટના જન્મ દિવસને રેડ ક્રોસ સોસાયટીના સ્થાપના દિવસ તરીકે આખા વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે દર વર્ષે રેડ ક્રોસ સોસાયટી દ્વારા એક સૂત્ર આપવામાં આવે છે. આ વર્ષનું સૂત્ર ‘માનવતાના પક્ષ’માં છે.
આ અનુંસંધાને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા સમગ્ર ગુજરાતમાં રેડ ક્રોસની વિવિધ જીલ્લા તેમજ તાલુકા શાખાઓમાં ‘આરોગ્ય રથ’ ફેરવીને લોકોને રેડ ક્રોસની આરોગ્ય વિશે તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ જેવી કે, પ્રાથમિક સારવાર તાલીમ, આપાત કાલિન પ્રવૃત્તિઓથી માહિતગાર કરશે છે અને ગુજરાતના નાગરિકોમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટેની ભાવનાનું સિંચન કરવાના ભાગ રૂપે આ રથ કાઢવામાં આવી રહ્યો છે.
આ રથ તાપી જીલ્લાના વ્યારા મૂકામે આવેલ ઈન્ડિયન રેડ ક્રોસ સોસયટી તાપી જીલ્લા શાખા મૂકામે આ આરોગ્ય રથનું ગુજરાત રાજ્ય શાખાના વાઈસ ચેરમેન ડો.અજયભાઈ દેસાઈ કે જેઓ ઈન્ડિયન રેડ ક્રોસ સોસયટી તાપી જીલ્લા શાખાના સેક્રેટરી પણ છે અને તાપી જીલ્લા રેડ ક્રોસ શાખાના હોદ્દેદારો શિરીષભાઈ પ્રધાન, રાકેશભાઈ શાહ, નિખીલભાઈ શાહ, કેયુરભાઈ શાહ, ચિરાગભાઈ શાહ અને બીજા સભ્યોએ હાજર રહી રથનું સ્વાગત ભીખિબા રેડક્રોસ ભવન, તાડકુવા, વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું.
તેમજ રેડ ક્રોસનાં સભ્યો અને સ્વયંસેવકોએ સેવાના શપથ લીધી. સાથે સાથે સૌને રેડ ક્રોસની માહિતીથી માહિતગાર કર્યા અને પત્રિક વહેંચવામાં આવી. ત્યારબાદ રેડ ક્રોસ રથને વ્યારાના માર્ગ પર થઈ નવસારી જીલ્લામાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
