ઉચ્છલના ચચરબુંદામાં બે બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉચ્છલ તાલુકાના ચચરબુંદા ગામમાં મોટરસાયકલ નંબર (જીજે/૨૬/આર/૬૩૯૨) અને (જીજે/૨૬/એ.જી/૦૧૧૩) વચ્ચે અકસ્માત થતા ગંભીર રીતે ઘવાયેલા રામાભાઈ કાતીયાભાઈ ગામીત(ઉં.વ.૫૫)નું મોત થયું હતું. પાંખરી ગામે દુધ ભરવા ગયા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો હતો, જયારે અન્ય મોટરસાયકલ ચાલક રણજીતભાઈ દીવાનજીભાઈ ગામીત (રહે.પરચુલી)ને ઇજા થઇ હતી.



