મહારાષ્ટ્રનાં થાણે નજીક કલ્યાણ શહેરમાં એક રહેણાંક મકાનના ચાર માળમાંથી એકનો સ્લેબ ધરાશાયી થયો છે. આ ઘટનામાં એક બાળક સહિત ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને ચાર અન્ય ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ પૂરજોશમાં બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ હતી. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના કલ્યાણ અને ડોમ્બિવલી વિસ્તારમાં અગાઉ એક બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડ્યો હતો.
ત્યારે હવે કલ્યાણના મંગલરાધોનગર વિસ્તારમાં ફરી આવી દુર્ઘટના બની છે. અહીં સમારકામ દરમિયાન ચાર માળની ઈમારતનો એક ભાગનો સ્લેબ અચાનક તૂટી ગયો છે, જેમાં અત્યાર સુધીમાં દોઢ વર્ષની માસૂમ બાળકી સહિત છ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. હાલ અહીં પૂરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે.
કાટમાળમાંથી ચાર લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જોકે સાંકડી શેરીઓ અને નજીકમાં ઝૂંપડપટ્ટી હોવાથી બચાવ કામગીરી ભારે મુશ્કેલી આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને ફાયર વિભાગની ટીમ છેલ્લા બે કલાકથી સંયુક્ત બચાવ કામગીરી કરી રહ્યા છે ગતરોજ બપોરે સમારકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બીજા માળનો સ્લેબ અચાનક તૂટી ગયો હતો. આ દરમિયાન સ્લેબના કાટમાળ નીચે દબાયેલી ત્રણ મહિલાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.
આ ઉપરાંત દોઢ વર્ષની માસૂમ બાળકીએ પણ જીવ ખોયો છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તુરંત બચાવ-રાહતની કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન કાટમાળ નીચેથી ત્રણ મૃતદેહ બહાર કઢાયા છે. આ સાથે મૃતકોની કુલ સંખ્યા છ થઈ ગઈ છે. હજુ પણ ઈમારતના કાટમાળમાં કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કાટમાળમાંથી ચાર લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જોકે સાંકડી શેરીઓ અને નજીકમાં ઝૂંપડપટ્ટી હોવાથી બચાવ કામગીરી ભારે મુશ્કેલી આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને ફાયર વિભાગની ટીમ છેલ્લા બે કલાકથી સંયુક્ત બચાવ કામગીરી કરી રહ્યા છે.
