ઉચ્છલનાં નારણપુર ગામે સાવરપાડા ફળિયામાં રહેતો એક ઈસમ તેના ઘરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડા ઉપર હારજીત જુગાર રમાડતા ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૬-૦૭-૨૦૨૫ નારોજ ખાનગી વાહનમાં બેસી પ્રોહી. તથા જુગાર અંગેની રેડમાં નીકળેલ હતા.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમી વાડી જગ્યા પર પહોંચતા એક ઈસમ બેસીને કંઈ લખતો હોય જેથી તેને કોર્ડન કરી પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, વસંતભાઈ ઈંદાભાઈ વસાવા (રહે.નારાયણપુર ગામ, સાવરપાડા ફળિયુ, ઉચ્છલ)ના હોવાનું જણાવ્યું હતું. આમ પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો જેમાં આંકો લખેલ પાના, બોલપેન તથા કોરી કાપીઓ અને રોકડ રૂપિયા કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
