Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ચીખલીમાં ગાંજા સાથે એકની ધરપકડ, એક વોન્ટેડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ચીખલીનાં નદી મહોલ્લા ખાતે ચાની લારી પરથી ૧૮.૯૫ ગામ વનસ્પતિજન્ય ગાંજા સાથે એકની ધરપકડ કરી હતી, જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ચીખલી નદી મહોલ્લા ખાતે હનુમાન દાદાના મંદિરની સામે આવેલી ચાની લારીની તલાશી લેતા ખાલી પેપરના પડીકામાં રાખેલો ૧૮.૯૫ ગામ વનસ્પતિજન્ય ગાંજો કિંમત ૧૮૯ રૂપિયા મળી આવ્યો હતો. જયારે મુદ્દામાલ સાથે રમણભાઈ ઉર્ફે નટુભાઈ ડાહ્યાભાઈ કોળી પટેલ (રહે.માછીવાડ, ચીખલી)ની અટક કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવતા ઉપરોક્ત ગાંજાનો જથ્થો સુરત અશ્વિનીકુમાર રેલવે ટ્રેક પાસેથી હિન્દી ભાષી આશરે ૪૦થી ૪૨ વર્ષીય ઇસમ પાસેથી લાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ સાઈકટ્રોપીક સબસ્ટનસીઝ એક્ટ ૧૯૮૫ની કલમ મુજબ ગુનો નોંધી પોલીસે ઓરિસ્સાવાસી અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!