વલસાડનાં ધમડાચી હાઈવે પરથી એલ.સી.બી.ની ટીમને ટેમ્પોનો ચાલક, યાર્નના વેસ્ટેજના જથ્થાની આડમાં ટેમ્પોમાં દારૂ-બિયરનો જથ્થો ભરીને સુરત તરફ જવા માટે નીકળ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીને આધારે એલ.સી.બી. પોલીસે ટેમ્પોને સર્વિસરોડ પાસે અટકાવી, તપાસ કરી હતી.
જે તપાસ દરમિયાન ટેમ્પોમાં યાર્નના વેસ્ટેજની આડમાં સંતાડવામાં આવેલી દારૂ-બિયરની ૪૯૫૬ બોટલો જેની કિંમત રૂપિયા ૧૭,૬૩,૬૦૦/-મળી આવ્યો હતો. આમ, પોલીસે આ જથ્થો ઉપરાંત ટેમ્પો અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૨૨,૭૮,૬૦૦/-ના મુદ્દામાલ સાથે ચાલક શાહનવાઝ શહનુદિન શેખ (રહે.ઘર નંબર ૧૦૬૬, સંજયનગર ઝૂંપડપટ્ટી, દિપમાલા એપાર્ટમેન્ટ સામે, ઉધના રોડ ૨, સુરત મૂળ રહે. ધરનગાવતા, જિ. જલગાંવ, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી. આમ, પોલીસ ટેમ્પોમાં દારૂ બિયરનો જથ્થો ભરી આપનાર અને મંગાવનાર સદ્દામ ઇબ્રાહિમ શેખ (રહે. ખારીવાડ, દમણ)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
