વાલોડનાં બુહારી વાલોડ રોડ ઉપર રાનવેરી ગામનાં સડક ફળીયાનાં અગાસી માતાના મંદિર પાસે હાઇવે રોડ પર બાઈક ચાલક બાઈક સાથે ગરનાળા નીચે પડી ગયા હતા જથી પાછળ બેસેલ આધેડનું ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યું હતું, જયારે બાઈક ચાલકને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાનાં માંડવી તાલુકાનાં ઘંટોલી ગામનાં દેસાઈવાડી ફળિયામાં રહેતા ગમનભાઇ સિંગભાઈ ચૌધરી (ઉ.વ.૬૩)નાઓ તારીખ ૨૬/૦૪/૨૦૨૫ નાંરોજ માસાભાઈ બુધીયાભાઈ ચૌધરી (રહે.ગોડધા ગામ, તા.માંડવી, જિ.સુરત)નાઓ સાથે તેમની સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે/05/એચએલ/૯૫૫૪ને અનાવલથી ઘંટોલી ગામે આવતા હતા.
તે દરમિયાન બપોરનાં સમયે બુહારી વાલોડ રોડ ઉપર રાનવેરી ગામનાં સડક ફળીયાનાં અગાસી માતાના મંદિર પાસે હાઇવે રોડ પરથી પસાર થતા હતા. તે સમયે પાછળ બેસેલ ગમનભાઇને ઝોકુ આવી જતાં તેમને બાઈક ચાલક માસાભાઈને પકડી લેતા માસાભાઇએ સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા બાઈક સાથે ગરનાળા નીચે પડી ગયા હતા જેમાં બાઈક ચાલક માસાભાઈને માથાના કપાળના ભાગે તથા પગના ભાગે ઈજાઓ પહોંચી હતી તેમજ ગમનભાઇને છાતીના તથા મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે રાહુલભાઈ ગમનભાઈ ચૌધરી નાંએ વાલોડ પોલીસે મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
