મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં માંડલ ટોલનાકા પાસે નેશનલ હાઈવે પરથી વગર પાસ પરમીટે ટેમ્પોમાં બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનાં બોક્ષ અને કોથળામાંથી દારૂની નાની-મોટી મળી કૂલ ૧,૧૨૫ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે ચાલકને ઝડપી કૂલ રૂપિયા ૬.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો મુદ્દામાલ ભરી આપનાર બંટી પાટિલ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. 
મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૧ નાંરોજ ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમીમળી હતી કે, એક બોલેરો પીકઅપ ટેમ્પો નંબર જીજે/૨૭/ટીટી/૩૬૯૭માં ડ્રાઈવર કેબીનની પાછળનાં ભાગે ચોરખાનું બનાવી તેમાં ભારતીય બનાવનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ નવાપુર થઈ સોનગઢ તરફ આવનાર છે જે બાતમીમાં આધારે પોલીસ સ્ટાફના માણસોએ માંડલ ટોલ નાકા પાસે છુટાછવાયા વોચમાં હતા.
તે દરમિયાન બાતમીવાળો બોલેરો પીઅક્પ ટેમ્પો આવતાં જોઈ પોલીસે ટેમ્પોને સાઈડમાં ઉભો રખાવ્યો હતો અને ટેમ્પો ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ, રામગહન રામાનંદ પ્રસાદ (હાલ રહે.નાલાસોપારા, મૂળ રહે.યુપી)નાં હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પોલીસે ચાલકને સાથે રાખી ટેમ્પોની અંદર તપાસ કરતા ટેમ્પોની અંદર ખાલી હોય પરંતુ ડ્રાઈવર કેબીનની પાછળનાં ભાગે બેટરીના અથ્વાલે જોતા ત્યાં ચોરખાનું બનાવેલ હોય જે ખોલી જોતા તેમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનાં બોક્ષ અને કોથળામાંથી દારૂની નાની-મોટી મળી કૂલ ૧,૧૨૫ નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૩,૧૪,૧૭૫/- હતો.
જોકે પોલીસે વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે આ ઈંગ્લીશ દારૂનો જથ્થો નાશિકનાં બંટી પાટિલ નામના ઈસમે ભરવી આપ્યો હતો અને કડોદરા ખાતે પહોંચી ફોન કરવા જણાવ્યું હતું. આમ, પોલીસે ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારુ જેની કિંમત રૂપિયા ૩,૧૪,૧૭૫/- અને ટેમ્પો જેની કિંમત રૂપિયા ૩,00,૦૦૦/ તથા એક નંગ મોબાઈલ મળી કૂલ રૂપિયા ૬,૧૯,૧૭૫/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે નાશિકનાં બંટી પાટિલને વોન્ટેડ જાહેર કર્યો હતો.



