નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવાણ ગામે રહેતા શિક્ષક સાથે ઓનલાઇન ઠગાઇનો કિસ્સો બન્યો છે. સાયબર માફિયાઓએ સીબીઆઇ તથા મહેસુલ વિભાગના અધિકારી તરીકે ઓળખ આપીને શિક્ષકના એકાઉન્ટમાંથી રૂ.૨૬.૧૩ લાખ અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મામલે શિક્ષકે ફરિયાદ નોંધાવતા સાગબારા પોલીસે તપાસ શરૂ કરી હતા. 
ત્યારબાદ અન્ય એક વોટ્સએપ નંબર પરથી કોલ આવ્યો હતો જેમાં સીબીઆઇના અધિકારી તરીકે ઓળખ આપીને મારી સામે ગુનો દાખલ થયો હોવાથી ધરપકડ થશે તેવી ધમકી આપતી. આ ઉપરાંત નાણ મંત્રાલયના મહેસુલ વિભાગના અધિકારીની ઓળખ આપતો પણ એક કોલ આવ્યો હતો. આ લોકોએ અલગ અલગ સમયે કોલ કરીને મારી ધરપકડના કાગળ અલગ અલગ અધિકારીના સહી સિક્કાવાળા મને વોટ્સએપ ઉપર મોકલતા હું ગભરાઇ ગયો હતો. તેઓએ ધરપકડ ટાળવા માટે મારા બેન્ક એકાઉન્ટની વિગતો માગતા મે આપી હતી જે બાદ મારા એકાઉન્ટમાંથી કુલ રૂ.૨૬,૧૨,૯૯૯ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા.



