તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તાપી : ખોડતળાવના યુવક સાથે થઈ ઓનલાઈન ઠગાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભેજાબાજે રીલાયન્સ કંપનીમાંથી તમારી રૂ.૫૦ હજારની લોન મંજુર થઇ હોવાનું જણાવી વિવિધ પ્રોસિજરના ઓથા હેઠળ વ્યારાના ખોડતળાવ ગામના યુવાનના ખાતામાંથી રૂ.૨૧૩૧૬ ઉસેટી લીધા હતા. ઓનલાઈન છેતરપીંડી કરનારે વિશ્વાસમાં લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ કાકરાપાર પોલીસ મથકે યુવાને તા.૧૯ ના રોજ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વ્યારા તાલુકાના ખોડતળાવ ગામના બજાર ફળીયાના રહીશ હેમંતભાઇ દિનેશભાઈ ચૌધરી ગત તા.૧૭-૨-૨૫ નારોજ મોબાઈલમાં એપ્લિકેશન ઉપર વીડીયો જોતા હતા, તે દરમિયાન રીલાયન્સ કંપનીમાંથી ઓનલાઈન લોન માટે જાહેરાત આવતાં હેમંતભાઈના ઘરમાં પતરાં મુકવાના હોય જેઓએ જાહેરાત આવતા જ લોન માટે અરજી કરવાનું ફોર્મ ભરી આધારકાર્ડ, પાનકાર્ડ વિગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા હતા. ત્યારબાદ તા.૨૦-૨-૨૫ ના રોજ વોટ્સએપ ઉપર તમારી રૂ.૫૦,૦૦૦ ની લોન મંજુર થયાનો લેટર આવ્યા બાદ ફોન આવેલ જેમાં રીલાયન્સ કંપનીમાંથી બોલું છે તેમ કહી લોન મંજુર થયેલ હોવાથી ફાઈલ ચાર્જ સેફટી ઇન્સ્યોરન્સ, જી.એસ.ટી. વિગેરે વિવિધ સ્કીમો હેઠળ ગુગલ પે દ્વારા નાણાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.