જિલ્લા રોજગાર કચેરી, વ્યારા દ્વારા તાપી જિલ્લાના યુવકો માટે આર્મી/પોલીસ/પી.એસ.આઈ/એસ.આર.પી.ની ભરતી પુર્વે “સ્વામી વિવેકાનંદ” પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ શરૂ કરવામાં આવનાર છે. આ યોજના અન્વયે તમામ કેટેગરીના ઉમેદવારો માટે ૩૦ દિવસની નિ:શુલ્ક નિવાસી તાલીમવર્ગનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી વ્યારા-તાપી દ્વારા કરવામાં આવનાર છે.
આ તાલીમ વર્ગમાં શારીરિક પ્રશિક્ષણ સાથે લેખીત પરીક્ષાની તૈયારી નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા કરવામાં આવનાર છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તાલીમ મેળવવા ઇચ્છુંક હોય તેવા ઉમેદવારોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, વ્યારા અથવા નગર રોજગાર કચેરી-સોનગઢ ખાતેથી અરજી ફોર્મ મેળવી યોગ્ય વિગત ભરીને રૂબરૂમાં જમા કરવાનું રહેશે. અરજી ફોર્મ સાથે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ધો-૧૦/૧૨ની માર્કસીટની નકલ, શાળા છોડયાનો દાખલો, જાતીનો દાખલો, બેન્ક પાસબુકની નકલ તથા આધાર કાર્ડની નકલ સામેલ કરવાની રહેશે.વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનો રુબરુ સંપર્ક કરવા જિલ્લા રોજગાર વિનિમય કચેરીની અખબારી યાદીમાં જણાવાયુ છે.




