સુરત જિલ્લાનાં કણભી ગામે ફાર્મ હાઉસમાંથી સુરતની ૩૦ વર્ષીય પરિણીતાની લાશ મળી આવી હતી. પરિણીતાનું મોત હાર્ટએટેકથી થયાનું અનુમાન છે, પરિણીતા ફાર્મહાઉસમાં કેમ ગઈ હતી, તે કોની સાથે ગઈ હતી. પરિણીતાના મોતનું અન્ય કારણ પણ હોઈ શકે છે. જેની ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી જણાય છે.
મળતી માહિતી મુજબ, કીમ પોલીસની હદમાં કણભી ગામે મેપલ ટ્રી ફાર્મ હાઉસમાં મકાન નં.૪૯માં પ્રિયંકાબેન જયભાઈ જોષી (રહે.બી-૪૦૨ શ્રીનાથદ્વાર એપાર્ટમેન્ટ બિલ્ડીંગ નં.૩ એ.કે.રોડ, સુરત) મૃત હાલતમાં મળી હતી. તેની મોત રહસ્યમ રીતે થયું છે. જેની જાણ કીમ પોલીસને કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં હરકતમાં આવેલી કીમ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી. કીમ પોલીસે મૃતકનો કબ્જો લીધો હતો. મૃતકના પિતા પ્રવિણભાઈ રાઘવભાઈ દેસાઈ (હાલ રહે.સંતલાલ સોસાયટી હિરાબાગ સુરત)ની ફરિયાદનાં આધારે કીમ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
