પીપોદરા ગામની સીમમાં ટેમ્પો ગલીમાં સરસ્વતી ટેક્સ્ટાઈલની સામેના રોડ પર રાહદારીને કન્ટેનરનો ચાલક અડફેટે લઇ ફરાર થઈ ગયો હતો. રાહદારીને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
