તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

તલાલા પંથકમાં ફરી ભૂકંપીય ગતિવિધિઓથી લોકોમાં ભયનો માહોલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગીરનાર સહિત તલાલા પંથકમાં ફરી ભૂકંપીય ગતિવિધિઓથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીમાં તારીખ 15ના રોજ 4 કલાક 13  મિનિટ 59 સેકન્ડે 21.118 અક્ષાંસ અને 79.481 રેખાંશ ઉપર જમીનમાં 10 કિલોમીટર ઉંડાઈએ 3.3 મેગ્નિડયુટનો ભૂકંપ નોંધાયો છે. આ ભૂકંપ આવતા લોકો ભરઉંઘમાંથી જાગી ગયા હતા તેમજ ભૂકંપનાં લીધે ભય અને ચિંતાનો માહૌલ છવાયો હતો. આ આંચકા આવ્યા બાદ વધુ 5 આંચકા આવ્યા હતા.

જેમાં 4.13 વાગ્યે 3.0 બાદ સવારે 5.15 વાગ્યે 1.9, સવારે 5.19 વાગ્યે 2.2 મેગ્નિટયુડ, ચોથા આંચકો 5.25 વાગ્યે  1.5નો આંચકો આવ્યા બાદ બપોરે 12 વાગ્યા પછી ફરી કંપનનો સિલસિલો જારી રહ્યો હતો. જેમાં બપોરે 12.43 વાગ્યે 1.7ની તીવ્રતાનો અને છઠ્ઠો આંચકો 12.48 વાગ્યે 1.2ની તીવ્રતાનો નોંધાયો હતો. આમ, તીવ્ર આંચકા પછી પાંચ નાના આંચકા નોંધાયા હતા. ઈન્ટેન્સિટી મેપ મૂજબ આંચકાનું કંપન ,મોજા છેક સોમનાથ, માંગરોળ, જુનાગઢ, જેતપુર, ધોરાજી, ખાંભા સુધી પહોંચ્યા હતા. પરંતુ, તેના કંપનનો વધુ અનુભવ ગીરના તાલાલા ઉપરાંત હિરણવેલ, હરીપુર, ચિત્રાવડ, ભોજદે, બોરવાવ, ધાવા, માધુપુર, આંકોલવાડી સહિત ગામોમાં થયો છે.