જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં બૈસરન ખીણમાં આતંકી હુમલામાં નિર્દોષ લોકોનાં જીવ લેનારા આતંકવાદીઓ 20 દિવસ બાદ પણ પકડાયા નથી. તેમની ધરપકડ કરવા પોલીસે અને સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા છે. તેમજ તેની બાતમી આપનારા માટે રૂ. 20 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોની ટીમે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી હુમલાખોર આતંકવાદીઓની ધરપકડ કરવાની આકરી કવાયત હાથ ધરી છે. તેમ છતાં તેઓ હજુ સુધી પકડ્યા નથી. પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદીઓએ બૈસરન ખીણમાં પર્યટકો પર અંધાધૂધ ગોળીબાર કરી ઘાતકી હુમલો કર્યો હતો.
જેમાં નિર્દોષની તેમના જ પરિવારની સામે હત્યા કરી હતી. આ ઘટનાથી ભારત સહિત વિશ્વમાં ખળભળાટ મચ્યો હતો.
7થી 10 મે સુધી ચાલેલી સૈન્ય ગતિવિધિઓ બાદ સીઝફાયર પર સહમતિ આપવામાં આવી હતી. આ સીઝફાયર બાદ ગઈકાલે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહલગામ આતંકી હુમલામાં ભારતીય મહિલાઓના સિંદૂર ઉઝાડનારાઓને સજા આપવાના ભાગરૂપે ઓપરેશન સિંદૂર હાથ ધરાયું હતું. જ્યારે આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહીની જરૂર પડી ત્યારે ઓપેરશન સિંદૂર હાથ ધરાશે. આગળ કહ્યું કે, તાજેતરમાં જ દેશનું સામાર્થ્ય અને સંયન બંને જોવા મળ્યા. હું સૌથી પહેલા દેશની સેનાઓ, ગુપ્તચર એજન્સીઓ અને વિજ્ઞાનીઓને સલામ કરું છું. આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે વીરતાને બીરદાવું છું.
