અમદાવાદનાં બાપુનગરમાં શ્રમજીવી યુવકે ચાલીમાં ઝડપથી બાઇક ચલાવતા શખ્સને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને પડોશી ચાર લોકોએ મધરાતે યુવકને ઘર બહાર બોલાવીને ચાકુ, તલવારના આડેધડ ઘા મારીને ખૂની હુમલો કરતા લોહી લુહાણ કર્યા બાદ દંડાથી ઢોર માર માર્યો હતો. યુવક હાલમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બનાવ અંગે બાપુનગર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
બાપુનગરમાં રહેતા અને કારખાનામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા સુનીલ તથા લવ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તારીખ ૨૬ નારોજ બપોરે ત્રણ વાગે સુનીલના સંબંધીનો દિકરો ચાલીમાં ઝડપથી બાઇક ચલાવતો હતો જેથી તેને ઠપકો આપતાં તકરાર થઇ હતી જો કે અંદરો અંદર સમાધાન પણ થઇ ગયું હતું. આ તકરારની અદાવત રાખીને પડોશી ચાર લોકો ૨૬ ના રોજ મધરાતે યુવકને ઘર બહાર બોલાવીને બપોરે અમારા સંબંધી સાથે કેમ તકરાર કરી હતી કહીને ઝઘડો કર્યો હતો કહીને ચાકુથી તથા બીજા શખ્સે તલવારના આડેધડ ઘા મારીને ખૂની હુમલો કરતા યુવકને માથા અને પેટ સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ કરી લોહી લુહાણ કર્યા બાદ દંડાથી ઢોર માર માર્યો હતો. યુવક હાલમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરતા હાલતમાં સારવાર હેઠળ છે. ઘટના અંગે બાપુનગર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી હતી.




