વ્યારાના પનિયારી ગામે એક શખ્સ સાથે જૂની અદાવત રાખી પતાવી દેવા તેવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી પ્રમાણે રાજેન્દ્રભાઇ જીવલાભાઇ ગામીત (ઉ.વ.૨૨ રહે.પનિયારી ગામ સડક ફળીયું, તા.વ્યારા)નાએ પોલીસ મથકે આપેલ ફરિયાદ અનુસાર ગઇ તા.૦૨/૦૮/૨૦૨૫ ના રોજ બપોરના આશરે અઢી એક વાગ્યાના સુમારે ગામમાં આવેલ રમેશભાઇ વિરસિંગભાઈ ગામીત નાઓની ચા,ની લારી પાસે ચા,પીવા માટે ગયેલ હતો અને ચા,પી ને ચા,ની લારી પાસે બેસી રહ્યો હતો. તે વખતે સાંજના આશરે સાડા પાંચેક વાગ્યાના સમયે ચંદુભાઇ સુમનભાઇ ગામીત પાસે આવેલ હતો અને મારી પાસેથી મોબાઇલ માંગી લીધો હતો અને કહેતો હતો કે, તુ કેમ અગાઉ મારા વિરૂધ્ધમાં પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ અને તુ કેમ દિવ્યેશભાઇને વચ્ચે પાડે છે ? તેમ કહી જુની અદાવત રાખી નાલાયક ગાળો આપવા લાગેલ અને ફેટ પકડી હાથ વડે જમણા ગાલ તથા ડાબા ગાલ ઉપર ઢીક મુક્કીનો માર મારી દિધેલ હતી.
એટલું જ નહી ટી-શર્ટ પકડી મને તુ ચાલ મારી સાથે આજે તો તને પતાવી દેવા તેવી જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગેલ હતો તે વખતે ગામના દિવ્યેશભાઇ કાનજીભાઈ ઠાકોર નાઓ આવી ગયેલ હતા અને તેઓ વચ્ચે પડી મને છોડાવેલ હતો ત્યારે આ ચંદુભાઈ સુમનભાઇ ગામીત નાઓ મને કહેતો હતો કે આજે તો તુ બચી ગયેલ છે બીજી વખત મળશે તો હું તને જાનથી મારી નાખીશ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે રાજેન્દ્રભાઇ જીવલાભાઇ ગામીતે પોલીસ મથકે ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે ચંદુભાઇ રમેશભાઇ ગામીત રહે.કુમકુવા ગામ તા.સોનગઢ વિરુદ્ધ તા.૦૬/૦૮/૨૦૨૫ નારોજ ગુન્હો નોંધી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



