વાપીમાં જાન્યુઆરી માસમાં મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપીઓ સામે હાલ પુરાવાઓ મળતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. 
સૂત્રો પાસેથી મળની માહિતી અનુસાર, ગત તારીખ ૦૮/૦૧/૨૦૨૫ નારોજ વાપી વિસ્તારમાંથી પોલીસે રાહુલ રવિન્દ્ર બાબુરાવ શીરસાટ (રહે.વાપી ટાઉન, કબસ્તાન રોડ, સનધાન્સીસ સ્કુલની સામે, મમતાની ચાલીમાં, વાપી), અજય ઉફે બાંડીવા રવિભાઈ દગડુ બાબો (રહે.વાપી), શીવાભાઈ સ્વામુંભાઈ વસૌનીયા (રહે.સુરત શહેર) અને બાબૂરાવ ઉત્તમ (રહે.વાપી જંગનપાર્ક, સને ફ્રાન્સીસ હાઈ સ્કુલની પાછળ, હીરાણી બિલ્ડીંગ,વાપી) શંકાસ્પદ મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.
ત્યારબાદ પોલીસે હાથ ધરેલ તપાસમાં જાણવા મળ્યું કે, છેલ્લા પાંચ વર્ષની અંદર સંગઠિત અપરાધ સિન્ડિકેટ બનાવીને આરોપીઓએ સંયુક્ત રીતે તેમજ સિન્ડિકેટના સભ્ય મની ઘરકોડ, લુંટ, જુગાર જેવા ગુન્હાઓ વાપીના અલગ અલગ વિસ્તાર તથા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આચર્યા હતા. આ આરોપીઓ ગુનો કર્યા બાદ જામીન મુક્ત થઈ ફરી ગુનાહીત પ્રવૃતિઓ કરતા હતા. આખરે પોલીસે વધુ તપાસ હાથ ધરતા આ ચારેય આરોપી સામે વધુ પુરાવા મળ્યા હતા. તેથી વાપી ટાઉન પોલીસે તમામ વિરુદ્ધ ગુના નોંધ્યા હતી.



