ભાવનગરમાં સ્કૂલ વાનના ડ્રાઈવરે 13 વર્ષની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે. બાળકી જ્યારે સ્કૂલેથી ઘરે પરત ફરી ત્યારે ઘટના અંગે માતા પિતાને જાણ કરી હતી. સમગ્ર મામલે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
ભાવનગરના પાલીતાણામાં 13 વર્ષની વિદ્યાર્થિની સાથે સ્કૂલવાનના ડ્રાઈવરે શારીરિક અડપલાં કર્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળકી જ્યારે ક્લાસથી ઘરે પહોંચી ત્યારે સમગ્ર ઘટના અંગે માતા-પિતાને જાણ કરી હતી. ત્યારબાદ પરિવાર સહિત આગેવાનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં જાહિદ કાજી નામના સ્કૂલવાન ડ્રાઈવર વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી.
