રાજ્યમાં વાતાવરણ બદલાયું છે, ત્યારે રાજ્યમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી તારીખ 03 એપ્રિલ, 2025 સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના સહિતના વિસ્તારોમાં મેઘગર્જના સાથે માવઠાની આગાહી કરી છે. તો બીજી તરફ, આવતીકાલે રાજ્યના એક જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
આ સાથે તારીખ 01 એપ્રિલ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ભર ઉનાળે માવઠાના આગાહી કરી છે. 
જેમાં આવતીકાલે આવતીકાલે નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં અને 01 એપ્રિલ, 2025ના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્મય વરસાદીની આગાહી છે. જ્યારે 02 એપ્રિલ, 2025એ 19 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અને 03 એપ્રિલ, 2025ના રોજ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્મય વરસાદીની હવામાન વિભાગે આગાહી કરી છે.




