તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

નિયમ તોડનારા પ્રકાશકો પર ત્રાટક્યું ‘PRGI’નું આકરું પગલું: હજારો સામયિકોના રજિસ્ટ્રેશન રદ!

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળની ‘પ્રેસ રજિસ્ટ્રાર જનરલની કચેરી’ (PRGI) દ્વારા વાર્ષિક નિવેદનો (Annual Statements) ન ભરનારા અને નિયમોનું પાલન ન કરનારા પ્રકાશકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયથી નિષ્ક્રિય રહેલા અનેક સામયિકોના રજિસ્ટ્રેશન સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવ્યા છે.મળતી વિગતો વિગતો અનુસાર જે સામયિકોએ છેલ્લા 10 વર્ષ કે તેથી વધુ સમયથી તેમના વાર્ષિક સ્ટેટમેન્ટ જમા કરાવ્યા નહોતા, તેમને અગાઉ ‘નિષ્ક્રિય’ શ્રેણીમાં મૂકવામાં આવ્યા હતા.

આ પ્રકાશકોને જરૂરી દસ્તાવેજો જમા કરાવવા માટે 31 ઓક્ટોબર, 2025 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જેઓ આ સમયમર્યાદામાં નિષ્ફળ રહ્યા, તેમના રજિસ્ટ્રેશન હવે રદ કરવામાં આવ્યા છે. રદ થયેલા સામયિકોની સંપૂર્ણ વિગત પ્રેસ રજિસ્ટ્રારની સત્તાવાર વેબસાઈટ https://prgi.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રદ થયેલા તમામ ટાઈટલ (નામો) હવે ફ્રેશ રજિસ્ટ્રેશન માટે ઉપલબ્ધ છે. જે લોકો નવા અખબાર કે સામયિક શરૂ કરવા માંગતા હોય, તેઓ ‘પ્રેસ સેવા પોર્ટલ’ દ્વારા નવા ટાઈટલ માટે અરજી કરી શકે છે. એકવાર રજિસ્ટ્રેશન રદ થયા પછી, તે જૂના ટાઈટલને ફરીથી કોઈ વિનંતી સ્વીકારવામાં આવશે નહીં.