તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

આતંકી હુમલા બાદ સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો રશિયા પ્રવાસ રદ થયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો રશિયા પ્રવાસ રદ થયો છે. તેઓ નવ મે’ના રોજ મોસ્કોમાં યોજાનારી વિક્ટ્રી પરેડમાં સામેલ થશે નહીં. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રેસ સરિવ દિમિત્રી પેસ્કોવે આ અંગે માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રશિયા પ્રવાસ રદ થવા પાછળનું કારણ જાણવા મળ્યુ નથી. પીએમઓ તરફથી સત્તાવાર કોઈ કારણ આપવામાં આવ્યું નથી.

જો કે, પહલગામ પર આતંકી હુમલા બાદ વર્તમાન સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની શક્યતા છે દ્વિતિય વિશ્વયુદ્ધમાં જર્મની સામે રશિયાની જીતની 80મી વર્ષગાંઠના અવસર પર નવ મેના રોજ યોજાનારી વિજય દિવસ પરેડમાં સામેલ થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મળ્યુ હતું.

પરંતુ તેઓ આ પરેડમાં ઉપસ્થિત થશે નહીં. જાન્યુઆરી 1945માં સોવિયત સેનાએ જર્મની વિરૂદ્ધ આક્રમક અભિયાન શરૂ કર્યુ હતું. 9 મેના રોજ કમાન્ડર-ઈન-ચીફે જર્મનીમાં શરત વિના આત્મ સમર્પણના અધિનિયમ પર હસ્તાક્ષર કર્યા હતા. જેથી દ્વિતિય વિશ્વ યુદ્ધનો અંત આવ્યો હતો. રશિયાએ પોતાના વિજય દિવસના ભાગરૂપે યુક્રેન સાથે 9 અને 10 મેના રોજ બે દિવસના સીઝફાયર કર્યા છે. ઉલ્લેખનીય છે, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો સીઝફાયર માટે શાંતિ કરાર કરે તેવા પ્રયાસો અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશો કરી રહ્યા છે. પરંતુ રશિયા અને યુક્રેન અવારનવાર એકબીજા પર હુમલો કરી રહ્યા છે.