રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે સાવરે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 129 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 5.2 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના બારડોલીમાં 4.69 ઈંચ, પલસાણામાં 4.17 ઈંચ, ડાંગના સુબિરમાં 3.66 ઈંચ, નવસારીના વાંસદામાં 3.15 ઈંચ અને તાપીના સોનગઢમાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 6 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
