રાજસ્થાનની રાજધાની જયપુરમાં ગઈકાલથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે કે એક યૂનેસ્કો ધરોહર ‘આમેર કિલ્લા’ને નુકસાન પહોંચાડ્યું છે. ભારે વરસાદને કારણે કિલ્લાની 200 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. આ દિવાલ ધરાશાયી થતાં મોટા ધડાકા જેવો અવાજ સાંભળીને ઘટનાસ્થળ પર હાજર લોકો ચોંકી ઉઠ્યા છે.
જો કે જ્યારે આ દુર્ઘટના બની તે સમયે કોઈ વ્યક્તિ દિવાલની પાસે હાજર નહતો, જેથી મોટી દુર્ઘટના ટળી છે. જો કે દિવાલની પાસે મુકેલા વાહન તેની ચપેટમાં આવ્યા છે અને કેટલાક બાઈક કાટમાળ નીચે દબાવવાના કારણે ક્ષતિગ્રસ્ત થયા છે. વરસાદના કારણે આમેર કિલ્લામાં મોટી સંખ્યામાં દેશી-વિદેશી પર્યટક પહોંચે છે. અચાનક દિવાલ પડવાની અવાજથી પર્યટક ગભરાઈ ગયા અને કેટલાક સમય માટે અફરા-તફરીનો માહોલ બની ગયો છે. જો કે રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી.
ઘટના બાદ આમેર મહેલના અધિક્ષકે જણાવ્યું કે આમેરમાં વરસેલા ભારે વરસાદના કારણે હાથી સ્ટેન્ડથી આમેર મહલ તરફ તરફ આવનારા રસ્તામાં સ્થિત જ્વાલા માતા મંદિરની સામે રામબાગની દિવાલ ધરાશાયી થવાના કારણે રસ્તો અને બાકી રહેલી દિવાલ ખુબ જ નબળી પડી ગઈ છે. જેનાથી વરસાદના કારણે હાથી સવારી શક્ય બનતી નથી. હાલમાં આગામી આદેશ સુધી હાથી સવારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.




