Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજપીપલા DGVCL દ્વારા ધારાસભ્યનાં ઘર પર સ્માર્ટ મીટર લગાવીને કામગીરીનો પ્રારંભ કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

DGVCL દ્વારા સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ હોસ્પિટલ-ઘરે કરવામાં આવ્યું તે પ્રસંગે નાંદોદ ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટર લગાડવાથી પ્રિ-પેઈડ અને પોસ્ટ-પેઈડની જેમ આપણે મોબાઇલમાં રીચાર્જ કરીએ છે એવી રીતે જ રિચાર્જ કરી શકાશે. લાઈટ બિલ પણ સરળતાથી ભરી શકાશે. પ્લે-સ્ટોર એપ્લીકેશન દ્વારા ગ્રાહક પોતાની આઇડી દ્વારા સરળતાથી વીજ વપરાશની માહિતી જોઇ શકશે. સ્માર્ટ મીટર લગાડવા માટે બીજા વીજ ગ્રાહકોને અપીલ કરું છું અને તેમણે એમ પણ જણાવ્યું હતું કે હવેથી આપણો વપરાશ કે લોડિંગ કેટલું છે તે જાણી શકાશે આ સ્માર્ટ મીટર લગાડવાથી લોકોને ઘણો ફાયદો થશે એમ જણાવ્યું હતું.

વીજળીનો દૂરઉપયોગ પણ ઓછો થશે તમે તેમણે જણાવ્યું હતું અને DGVCL ના કર્મચારીઓને પ્રોત્સાહિત કરીને કરેલી કામગીરીની સરાહના કરી હતી. કાર્યપાલ ઈજનેર DGVCL વિભાગીય કચેરીના શ્રી બી.પી.પટેલે જણાવ્યું હતું કે, આજે ૧૬મી એપ્રિલે અમે ધારાસભ્યશ્રી દર્શનાબેન દેશમુખનાં ઘરે સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે આ મીટર ગ્રાહકોને વપરાશ આધારે તેમાં પોસ્ટપેઈડ અને પ્રિ -પેઈડ એમ બે રીતે વીજળીનું બિલ ભરી શકશે. સ્માર્ટમીટરમાં વિશ્વનિયતા અને એનું પારદર્શિતા છે એ પણ ખબર પડશે આ સ્માર્ટ મીટરની અંદર તમે ગ્રાહક કેટલો વીજ વપરાશ કરે છે ખબર પડશે. પહેલા લાઈટ બિલ બે મહિના પછી ભરવામાં આવતું હતું જે હવે દર મહિને ભરવામાં આવશે.

પ્રિ-પેઈડ રિચાર્જ કરવાથી બે ટકાનું વળતર લાઈટ બિલ માં મળશે અને મોબાઇલમાં મેસેજ પણ આવી જશે એમ તેમણે જણાવ્યું હતું અને અમારા વીજ ગ્રાહકોને નમ્ર અમલ કરૂં છું કે, તમે પણ તમારૂં સ્માર્ટ મીટર ઘર-વ્યવસાયના સ્થળે ઇન્સ્ટોલ કરાવીને સુગમતા-સરળતાવાળી સુવિધા કરી લેવા નમ્ર અપિલ કરી હતી.

સ્માર્ટ મીટરના ફાયદા : રીયલ ટાઈમ મોનિટરિંગ: આપ જે વીજ વપરાશ કરી રહ્યા છો તે સ્માર્ટ મીટર એપ્લિકેશન દ્વારા રોજ જોઈ શકો છો કેટલા યુનિટ વાપર્યા તે ચકાસી શકો છો જેથી તમે વીજ વપરાશ મેનેજ કરી શકો છો અને વીજબિલ ઘટાડીને વીજળી પણ બચાવી શકો છો જેથી ગ્રાહકને ફાયદો થશે. એક્યુરેટ બિલિંગ: હાલમાં જે કર્મચારીઓ વીજબીલ ફાળવા આવે ત્યારે નાની મોટી ભૂલો થતી હતી તેનું નિરાકરણ સ્માર્ટ મીટરથી આવેલ છે ઓટોમેટીક રીડિંગ સેલ્યુલર સિસ્ટમ આધારિત આવશે જેથી એક્યુરેટ બિલિંગ થશે જેથી ગ્રાહકને ફાયદો થશે. દર મહિને બિલિંગ: સ્માર્ટ મીટરથી દર મહિને વીજ બિલ જનરેટ થશે જેથી ગ્રાહકને ફાયદો થશે. સ્માર્ટ મીટરમાં યુનિટથી ગણતરી હાલના ઇલેક્ટ્રોનિક મીટરના સિદ્ધાંત પ્રમાણે જ થાય. સ્માર્ટ મીટરની એપ્લિકેશન કે જે પ્લેસ્ટોર ઉપર ઉપલબ્ધ છે જેનું નામ ડીજીવીસીએલ સ્માર્ટ મીટર છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!