રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર ૪૪ વર્ષની વયે પોતાની કારકિર્દીની પહેલી ફિલ્મ બનશે. તેના પિતા સ્વ.ઋષિ કપૂર ક્યારેય ઈચ્છતા ન હતા કે રિદ્ધિમા ફિલ્મોમાં આવે. રિદ્ધિમાએ પોતે કબૂલ્યા બાદ તેણે ક્યારેય બોલીવૂડમાં ઝંપલાવવાનું વિચાર્યું ન હતું.
પરંતુ હવે પોતે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છે તે હકીકત છે. રિદ્ધિમાની બે કઝીન કરીના અને કરિશ્મા બોલીવૂડની ટોચની સ્ટાર્સ રહી ચૂકી છે. આ ફિલ્મમાં રિદ્ધિમા અને નીતુ કપૂર બંને સાથે કામ કરી રહ્યાં છે. રિદ્ધિમાની માતા નીતુ ખુદ એક પીઢ એકટ્રેસ છે. પિતા, પુત્ર અને માતાને પગલે હવે આટલાં વર્ષે તે એક્ટિંગમાં ઝંપલાવી રહી છે. આ ફિલ્મ કોમેડી જોનરની હોવાનું કહેવાય છે. જોકે, રિદ્ધિમા માટે કેમેરા ફેસ કરવાનો આ પહેલો અનુભવ નથી. આ પહેલાં તે ઓટીટી શો ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલીવૂડ વાઈવ્ઝ’ માં દેખાઈ ચૂકી છે.
