Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પશુ પ્રેમીઓને રાહત : સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનો અંગે આગાઉ આપેલા આદેશમાં ફેરફાર કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

11 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCR વિસ્તારમાં રખડતા તમામ શ્વાનોને પકડીને શેલ્ટરમાં ખસેડવા વહીવટીતંત્રને નિર્દેશ આપ્યા હતાં. કોર્ટના આદેશ બાદ પશુપ્રેમીઓ રોષે ભરાયા હતાં, પશુપ્રેમીઓએ સોશિયલ મીડિયા અને જાહેર જગ્યાઓ પર વિરોધ દર્શાવ્યો હતો. આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનો અંગે આગાઉ આપેલા આદેશમાં ફેરફાર કર્યો છે. કોર્ટે નિર્દેશ આપતા કહ્યું કે નસબંધી અને રસીકરણ પછી શ્વાનોને તે જ વિસ્તારમાં પરતા છોડી દેવામાં આવે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે શેલ્ટર હોમમાં મોકલવામાં આવેલા શ્વાનોને છોડી દેવામાં આવશે. જોકે, હિંસક અને બીમાર શ્વાનોને છોડવામાં ન આવે. પશુ પ્રેમીઓને રાહત: શ્વાન કરડવા અંગેના સુઓ મોટો કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટના રોજ આદેશ આપ્યો હતો કે આઠ અઠવાડિયાની અંદર દિલ્હી-એનસીઆરની શેરીઓમાંથી તમામ રખડતા શ્વાનોને પકડવામાં આવે અને શેલ્ટરમાં રાખવામાં આવે.આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટે આપ્યો હતો કે નસબંધી અને રસીકરણ પછી શ્વાનોને તે જ વિસ્તારમાં પરતા છોડી દેવામાં આવે. કોર્ટે શ્વાનો માટે ફિડીંગ એરિયા બનાવવા અધિકારીઓને નિર્દેશ આપ્યો છે, અને કોર્ટે કહ્યું કે શ્વાનોને રસ્તાઓ પર ખોરાક ન આપવામાં આવે.

રાષ્ટ્રીય નીતિ ઘડવા સુચના: આ મામલાને માત્ર દિલ્હી પુરતો માર્યાદિત ન રાખતા કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ મામલે હાજર રહેવા અને રાષ્ટ્રીય નીતિ ઘડવા માટે સૂચનો આપવા માટે નોટિસ જાહેર કરી છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ મામલાનો વિસ્તાર સમગ્ર દેશ માટે કરી રહ્યા છીએ. અમે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને નોટિસ પાઠવી રહ્યા છીએ અને હાઈકોર્ટમાં પેન્ડિંગ તમામ કેસોને અહીં ટ્રાન્સફર કરી રહ્યા છીએ.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!