વલસાડના પારડીમાં ભેસુ ખાડીમાં કાર તણાઇ હોવાની વાત સામે આવી છે, પારડી તાલુકાના તરમલિયા અને ખૂંટેજ વચ્ચે આવેલ ભેસુ ખાડીમાં કારમાં સવાર શિક્ષક દંપતી અને પુત્રી તણાઈ ગયા હોવાની વાત સામે આવતા NDRF દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે, કારમાં સવાર મહેશભાઈનો આબાદ બચાવ થયો છે, તો શિક્ષિકા તનાશા પટેલ અને પુત્રી કાર સાથે તણાયા છે, NDRF ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે પણ હજી સુધી પત્ની-પુત્રીની ભાળ મળી નથી. ઘટનાની જાણ વહીવટી તંત્રને કરાતા તંત્ર દ્વારા રેસ્ક્યું હાથ ધરવામાં આવ્યું છે, એનડીઆરએફની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરવામાં આવી છે, સાથે સાથે સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી છે.



