લાંચિયા ઓ અને ભ્રષ્ટાચારીઓને સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે, રાજ્યનું એકમાત્ર લાંચ રિશ્વત બ્યુરો, એકલ દોકલ નહી પરંતુ મહિનામાં એક ડઝનથી વધુ લાંચિયાઓ સામે કાર્યવાહી કરી તેઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે, તેમછતાં કેટલાક લાંચિયાઓ સુધરવાનું નામ લેતા નથી. અમદાવાદમાં આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગનાં અધીક સચીવ દીનેશભાઇ પરમાર અને નિવૃત્ત ડીન ગીરીશભાઇ જેઠાલાલ પારમાર (વચેટીયા)ને રૂપિયા 15 લાખની લાંચ સ્વીકારતા લાંચ રિશ્વત બ્યુરોની ટીમે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, એસીબીને ફરિયાદ કરનાર ફરીયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક (આરોગ્ય અને તબીબી સેવાઓ) તરીકે ફરજ નિભાવેલ હતી. તે દરમ્યાન તેઓના દ્વારા આરોગ્ય વિભાગ નાં સ્ટાફ સામે બોગસ મેડીકલ પ્રેક્ટીસ બાબતે શીક્ષાત્મક કાર્યવાહી કરતાં ફરીયાદી સામે ખંડણી માંગણી ની ફરીયાદ કમીશ્નરશ્રી આરોગ્ય વિભાગ ને થયેલ હતી , જેથી ફરીયાદી તથા તેઓના સાથી ડોકટર ને ફરજ મૌકુફી પર ઉતારેલ છે અને આરોગ્ય વિભાગ દ્વારા બન્ને ડોકટર સામે પ્રાથમીક તપાસ શરૂ કરવામાં આવેલ હતી અને તપાસ અધીકારીએ આ ખાતાકીય તપાસ ઓકટોબર-૨૦૨૪ માં પુર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી-૨૦૨૫ માં જમા કરાવેલ હતો. તે
દરમ્યાન આરોપી અમદાવામાં અસારવા ખાતે આવેલ સરકારી ડેન્ટલ કોલેજમાં ફરજ બજાવી ચુકેલા ગીરીશભાઇ જેઠાલાલ પારમાર (નિવૃત ડીન-વચેટીયા) એ ફરીયાદી નો સંપર્ક કરી ને ફરીયાદી તથા તેમના સાથી ડોકટર બંને વિરુધ્ધ ની પ્રાથમીક તપાસ નાં કામે તરફેણમાં કાર્યવાહી કરાવવા માટે આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગનાં અધીક સચીવ દીનેશભાઇ પરમાર સાથે મીટીંગ કરવા બોલાવેલ હતા. જેથી ફરીયાદી અને તેમના સાથી ડોકટર મીત્ર ગાંધીનગર ખાતે જઇ બન્ને આરોપીઓને રૂબરૂમાં મળી વાતચીત કરતાં બન્ને આરોપીઓએ એકબીજા નાં મેળાપીપણામાં ફરીયાદી અને તેમના સાથી ડોકટર એમ બંને 30 લાખ રૂપિયાની લાંચ ની માંગણી કરેલ હતી, અને તે પૈકી 15 લાખ એડવાન્સ અને બાકી નાં ફરીયાદીનું કામ થઇ ગયા પછી આપવા નો વાયદો થયેલ હતો.
ત્યાર બાદ વચેટીયો ગીરીશભાઇ જેઠાલાલ પારમાર ફરીયાદી ને ટેલીફોન કરી નાણાં ની માંગણી કરતા હતા, પરંતુ ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોઇ એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતા, તા.8મી એપ્રિલ નારોજ વચેટીયાનું ઘર (અર્હમ સોસાયટી,શાહીબાગ) ખાતે લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવેલ,આ લાંચનાં છટકા દરમ્યાન વચેટીયો ગીરીશભાઇ પારમારએ ફરીયાદી ને પોતાના ઘરે લાંચ નાં નાણાં આપવા બોલાવી પોતાની અગાઉની માંગણી અનુસાર હેતુલક્ષી વાતચીત કરી લાંચ નાં નાણાં સ્વીકારી રંગેહાથ પકડાઇ ગયેલ છે.
