સુરેન્દ્રનગરનાં વઢવાણમાં રહેતા એક યુવકે એક મિત્ર પાસેથી બીજા મિત્રને રૂપિયા ૨૦,૦૦૦ વ્યાજે અપાવ્યા હતા. જેમાં તે વચ્ચે રહ્યો હતો નાણા લેનાર મિત્ર રૂપિયા ન આપતા રૂપિયા આપનારે યુવકને કેનાલ લઈ જઈ ધક્કો મારી જાનથી મારી નાંખવાની કોશીશ કર્યાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ, વઢવાણની ઉમીયા ટાઉનશીપ નં.૭ની સામે રહેતા વિક્રમભાઈ ચંદુભાઈ પીપળીયાએ મિત્ર નરેન્દ્ર ઉર્ફે ભુરો મનસુખભાઈ માધરને રૂપિયાની જરૂર પડતા એક વર્ષ બીજા મિત્ર વાલમ પાર્કમાં રહેતા ક્રિષ્નપાલસિંહ ઉર્ફે કાનભા ધર્મેન્દ્રસિંહ જાડેજા પાસેથી રૂપિયા ૨૦,૦૦૦ અપાવ્યા હતા. બાદમાં નરેન્દ્રએ આ રૂપિયા પરત આપ્યા ન હતા.
ત્યાંથી એક્ટીવા પર દુધરેજ કેનાલે લઈ જઈ મારમારી કેનાલમાં ધક્કો મારી દીધો હતો અને એક્ટીવા લઈ નાસી છુટયો હતો. કેનાલમાં પડવાથી વિક્રમભાઈને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી પરંત તેઓને તરત આવડતું હોય તેઓ બહાર આવી ગયા હતા. જેની સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસ મથકે ક્રિષ્નપાલસિંહ ઉર્ફે કાનભા ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે હત્યાની કોશીશની ફરિયાદ નોંધાઈ છે. આરોપીને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
