ભરૂચ તાલુકાનાં એક ગામની સગીરા ઘરમાં કોઈને કઈ કીધા વિના જ જતી રહેતા ગુમ થઈ હોવાની ફરિયાદ પરિવારજનોએ નબીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જોકે ફરિયાદમાં તેમણે કોઈ અજાણ્યો શખ્સ તેમની પુત્રીને ભગાડી ગયો હોવાની શંકા પણ વ્યકત કરી હતી.
મળતી માહિતી મુજબ, ભરૂચ તાલુકાના એક ગામમાં રહેતી વૃદ્ધાની પુત્રીના લગ્ન વાગરા તાલુકાના એક ગામમાં થયા હતા. તેના પતિનુ અવસાન થતા ૧૩ વર્ષ પહેલા પીયરે પરત આવી ગઈ હતી. તેને સંતાનમાં એક પુત્રી પણ હતી. અરસામાં તેના બીજા લગ્ન થતા તેની પુત્રી નાની સાથે જ રહેતી હતી.
ગત ૧૫મી એપ્રિલનાં રોજ વૃદ્ધા તેમની પૌત્રી તથા પરિવારજનો ઘરમાં હતા બપોરના સમયે બે થી અઢી વાગ્યાના અરસામાં વૃદ્ધાના પુત્રએ કોઈ કામ માટે સગીરાને શોધતા તે ઘરમાં મળી આવી ન હતી. આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં પણ તેનો પતો લાગ્યો ન હતો. સગા-સંબંધીઓના ત્યાં પુછપરછ કરવા છતાં તેના અંગેની કોઈ માહિતી મળી ન હતી. જેના પગલે આખરે તેમણે નબીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે ફરિયાદમાં તેમણે કોઈ અજાણ્યો શખ્સ તેમની પુત્રીને ભગાડી ગયો હોવાની શંકા પણ વ્યકત કરી હતી.
