પહલગામ હુમલાનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાનમાં મોટી સ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરુ કર્યું અને કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલથી હુમલો કર્યો. બીજી તરફ નક્સલવાદ વિરુદ્ધ પણ ભારતના વીર જવાનો લડત આપી રહ્યા છે. છત્તીસગઢ-તેલંગાણાની સરહદ નજીક બીજાપુર જિલ્લામાં 15 નક્સલીઓના ઢીમ ઢાળી દેવાયા છે.
