તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબીયત લથડી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં હાજર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબીયત ફરી એકવાર લથડી છે. તેમને ગુરુગ્રામમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તેમને એક સામાન્ય સર્જરી માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યાની જાણકારી મળી રહી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં તેમની સાથે જ જોવા મળ્યા હતા. અગાઉ તારીખ 24 માર્ચના રોજ પણ તાવ અને ઈન્ફેક્શનની ફરિયાદ બાદ તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હાલમાં ડૉક્ટરો તેમના પેટ અને યુરિનરી ટ્રેક્ટમાં સંભવિત ઈન્ફેક્શનની તપાસ માટે આગળની પ્રક્રિયા કરી રહ્યા છે. માતાની તબિયત બગડતા લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે સોનિયા ગાંધીની સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓને કારણે પોતાનો નિર્ધારિત કેરળ પ્રવાસ રદ કર્યો છે. કોઝિકોડમાં એક રેલીને વર્ચ્યુઅલી સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, માતા હોસ્પિટલમાં હોવાથી એક પુત્ર તરીકે તેમની સાથે રહેવું જરૂરી હોવાથી તેઓ વ્યક્તિગત રીતે હાજર રહી શક્યા નથી. સોનિયા ગાંધી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

જોકે ગત વર્ષે જૂન મહિનામાં પણ પેટને લગતી સમસ્યાઓના કારણે તેમને ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 7 જૂન, 2025ના રોજ તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં મેદાંતા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે.