કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતા તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે.
સોનિયા ગાંધી 2 જૂને પોતાની દીકરી પ્રિયંકા ગાંધીની સાથે શિમલા આવ્યા હતા અને છરાબડા ખાતે ખાનગી ફાર્મ હાઉસમાં રોકાયા હતા. અચાનક તેમની તબિયત ખરાબ થતા તેમને IGMC લઈ જવાયા. માહિતી મળતા જ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ પોતાનો ઉના પ્રવાસ રદ કરી દીધો અને શિમલા પરત ફરી રહ્યા છે. તેમના IGMC પહોંચવાની શક્યતા છે. IGMC હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે.
