ગુજરાતના વરિષ્ઠ આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલને ત્યાં અચાનક કેન્દ્રીય એજન્સી સેબી દ્વારા દરોડા બાદ નાણાકીય હેરાફેરી મામલે પાદરા તાલુકાના ભદારા ગામના અગ્રણીઓની પૂછપરછ કરાઇ હતી. જેને લઇને તાલુકામાં ખળભળાટ મચી ગયો હતો.
ખેડબ્રહ્મા તાલુકાના ગઢડિયા પાસે રોધરા ગામે રહેતા IPS રવિન્દ્ર પટેલ અને તેમના સગા વિરુદ્ધ નાણાકીય હેરાફેરીના આરોપો અંગે તપાસ શરૂ થઈ છે. પોલીસે રવિન્દ્ર પટેલ અને તેમના સગાઓના ઘરે દરોડા પાડી શેરબજારમાં નાણાકીય લેણ-દેણ અને શંકાસ્પદ રોકાણ અંગે સઘન તપાસ શરૂ કરી છે. તપાસમાં રવિન્દ્ર પટેલના પિતા રીટાયર IG. જી.ડી.પટેલ અને અન્ય સગાઓના આર્થિક લેવડ-દેવડ અંગે વિગતો બહાર આવી છે. તેમના સંબંધ ભદારા ગામેં હોવાથી પોલીસને મળેલી જાણકારી મુજબ ભદારા ગામના અગ્રણીઓ સાથે પણ હેરાફેરીની શંકા છે. સવારે 5 વાગ્યાથી ભદારાના કેટલાક અગ્રણીની પૂછપરછ હાથ ધરાઇ રહી છે.
