ઉત્તરવાહિની માં નર્મદાની પંચકોશી પરિક્રમા શાંતિપુર્ણ ભક્તિભાવ સાથે પરિક્રમા ચાલી રહી છે. પરિક્રમાવાસીઓને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમાવાસીઓને ધ્યાનમાં રાખી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
તા. ૨૭ એપ્રિલ ૨૦૨૫ સુધી ચાલનારી ઉત્તરવાહિની માં નર્મદા પરિક્રમાના ૧૨ દિવસે પણ સતત યાત્રાળુઓ મોટી સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત કાળજી રાખવામાં આવી રહી છે. ત્યારે રામપુરા ઘાટ, શહેરાવ ઘાટ અને ગુવાર રૂટના રોડ-રસ્તાઓ તેમજ ચારે ઘાટો પર ઉભા કરાયેલ સ્ટોલ સહિત આજુબાજુની જગ્યાની સમયાંતરે સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. નર્મદાના ચારેય ઘાટ અને પરિક્રમા રૂટ પર ઉભી કરાયેલી સુવિધાઓનો લાભ લઈ પરિક્રમાવાસીઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.
