ચીખલીની રાબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં ૧.૬૪ કરોડ રૂપિયાની ઉચાપત અને છેતરપિંડીના આરોપી સતીશ ને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના તારીખ ૧૭ એપ્રિલ સુધીના રિમાન્ડ મંજુર કરતા પોલીસે વધુ તપાસ હાથ પરી હતી. જોકે હવે સતીશના રિમાન્ડ દરમિયાન પોલીસની પૂછપરછ દરમિયાન તેમની સાથે આ કાંડમાં અન્ય કોની કોની સંડોવણી છે તેની ચોકાવનારી હકીકત બહાર આવે એવી શકયતા છે. 
મળતી માહિતી મુજબ, ઓડિટના અહેવાલમાં ચીખલીની સરકારી હોસ્પિટલમાં આઉટ સોર્સિંગના જુનિયર કલાર્ક સતીષ ભોયે દ્વારા અલગ અલગ એજન્સીના ડુપ્લીકેટ બિલો બનાવી ટ્રેઝરીમાં રજૂ કરી પોતાના અંગત બેંક ખાતામાં તથા પરિચિતના બેંક ખાાતામાં આ રકમ જમા કરાવી ૧,૬૪,૫૮,૨૩૧/- રૂપિયાના રકમની ઉચાપત કરી હોવાનું બહાર આવી હતી. ઉપરોક્ત હકીકત મુજબ ગીખવી સરકારી હોસ્પિટલના આરએમઓ માલતીબેન જયદીપભાઈ પટેલ (રહે.વલસાડ)ની કરિયાદના આધારે સતીષ છનાભાઈ ભાથે (રહે.માંડવખડક, તા.ચીખલી) સામે ગુનો નોંધી રાનકુવાથી ધરપકડ કરાઈ હતી અને ગુરુવારે સાંજના સમયે ચીખલીની કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા ૧૭ એપિલ (સાત દિવસ)ના રિમાન્ડ મંજુર કર્યા હતા.



