સુરત જિલ્લાનાં કામરેજ ગામમાં સુખદેવા સોસાયટીના મકાનમાં દરોડો પાડી જુગાર રમી રહેલા સાત સૌરાષ્ટ્રવાસી રત્નકલાકારોને જુગાર રમતા આબાદ ઝડપી પાડયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કામરેજ ગામની સીમમાં સુખદેવ સોસાયટીમાં આવેલ ઘર નં-૧માં કેટલાક ઇસમો ભેગા મળી ગંજીપાના પત્તાથી જુગાર રમી રહ્યા હોવાની કામરેજ પોલીસને બાતમી મળી હતી.





