૨૦૨૦માં દુનિયાભરમાં હાહાકાર મચાવનારી મહામારી કોરોનાના કેસ મુંબઇમાં વધી રહ્યા હોવાના સમાચારો વચ્ચે બિગ બોસ ફેમ અભિનેત્રી શિલ્પા શિરોડકરે સોશ્યલ મિડિયા પર પોતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર ચાહકોને જણાવતાં લોકોમાં ચિંતા વ્યાપી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં કેઈએમ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે અને અત્યાર સુધીમાં કો મોર્બિડિટીના કારણે બેનાં મોત પણ થયાં છે. શિલ્પાએ તેની પોસ્ટમાં તેના ચાહકોને જણાવ્યું છે કે, નમસ્તે દોસ્તો, મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તમે લોકો સુરક્ષિત રહેશો અને માસ્ક પહેરશો.
તાજેતરમાં તેલુગુ ફિલ્મ ‘જટાધારા’ માં બંનેએ સાતે કામ કર્યું હોવાથી સોનાક્ષી વધારે ચિંતિત બની હોવાનું મનાય છે. તાજેતરમાં સિંગાપોરથી માંડી થાઇલેન્ડ સુધી કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થતાં લોકોમાં ફરી એકવાર ભય વ્યાપ્યો છે. ચીનમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા હોવાના અહેવાલો છે. દરમિયાન, મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત કે ઈએમ હોસ્પિટલમાં કોવિડ-સંક્રમિત બે દર્દીઓનાં કોમોર્બિડિટીના કારણે મોત થયાં બાદ તકેદારીનાં પગલાં લેવાઈ રહ્યાં છે. આરોગ્ય ખાતાંના સૂત્રોના જણાવ્યા અનુસાર જાન્યુઆરી ૨૦૨૫થી એપ્રિલ ૨૦૨૫ સુધી કોવિડ દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી હતી. જોકે, મે મહિનાથી, કેટલાક દર્દીઓ જોવા મળ્યા છે. બીએમસીની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે અલાયદા બેડ રાખવામાં આવ્યા છે. કોવિડ-૧૯ હવે એક સ્થાનિક અને ચાલુ સ્વાસ્થ્ય સમસ્યા માનવામાં આવે છે. આ રોગનો વાયરસ સમુદાય સ્તરે સ્થિર થયો હોવાથી, કોવિડ રોગના બહુ ઓછા કેસ છૂટાછવાયા રીતે જોવા મળે છે.
