ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરમાં શિવલિંગ પર ભાંગ દ્રારા બનાવેલાં શિવજીનો અડધો ફેસ તૂટીને નીચે પડી ગયો હતો. આવી ઘટના બાદ અનેક પ્રકારની ચર્ચાઓ થઇ રહી છે. તો બીજી તરફ જ્યોતિષો માની રહ્યા છે કે કોઇક મોટી ઘટના ઘટી શકે છે. મહાકાલેશ્વર મંદિરમાં 18મી ઓગસ્ટ સોમવારે આ ઘટના ઘટી હતી.
મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન દરરોજ અલગ અલગ પ્રકારનો શ્રૃંગાર શિવલિંગને કરવામાં આવે છે. ત્યારે 18 મી તારીખે રાત્રિના સમયે પુજારી મહાકાલને ભાંગનો શ્રૃંગાર કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ શિવલિંગ પર બનાવેલો ભગવાન શિવની આકૃતિનો ભાગ તૂટીને નીચે પડી ગયો. પરંતુ બાદમાં ફરી શ્રૃંગાર કરી અને આરતી પૂરી કરી હતી. તો બીજી તરફ જ્યોતિષો પણ તેને સારો સંકેત નથી માની રહ્યા.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અમર ત્રિવેદીએ આ ઘટના અપ્રાકૃતિક ગણાવ્યો છે. તેમણે આ ઘટના ઘટ્યા બાદ કહ્યુ કે ભગવાન હંમેશા એ જ સામગ્રી સ્વીકારે છે જે શુ્દ્ધ, શ્રદ્ધાપૂર્ણ અને ધર્મ સંમત હોય. જો કોઇ પણ સામગ્રી કે ભાવનામાં ત્રુટી હોય તો. દેવતા તે સામગ્રીનો ત્યાગ કરી દે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટીએ પૂજારીનું કહેવુ છે કે પત્થરોમાં ભીનાશપણું હોય તો પણ આવું થઇ શકે છે. અને શિવલિંગ પર પણ ભીનાશ વાળી જ ભાંગ લગાવવામાં આવી હતી.તો કદાચ તે પડી જવાની સંભાવના રહી શકે છે.
શાસ્ત્રીય દ્રષ્ટિકોણથી એક એક્સપર્ટનું કહેવું છે કે કોઇ પણ શાસ્ત્રો કે શિવલિંગ પર ભાંગ ચઢાવવાનો ઉલ્લેખ કે શ્રૃંગાર કરવાનો નથી. ન શિવપુરાણ કે ન લિંગ પુરાણમાં આવી કોઇ પરંપરાનો ઉલ્લેખ છે. લાંબા સમય સુધી શિવલિંગ પર ભાંગ લગાવી રાખતા તેનું ધોવાણ થાય છે. તેથી, ધાર્મિક અને શાસ્ત્રીય દ્રષ્ટિકોણથી ભાંગથી શણગાર કરવો યોગ્ય નથી. આ ઘટના ઘટ્યા બાદ અનેકોના મનમાં અલગ અલગ પ્રકારના સવાલ ઉભા થઇ રહ્યા છે કે ભાંગ ચઢાવવી એક પરંપરા છે કે આસ્થાના નામ પર શરૂ કરવામાં આવેલી એક પ્રથા. આ ઘટનાએ બાબાના ભક્તોમાં એક પ્રકારે ચિંતા ઉદ્દભવી છે.




