સાઉથની ટોચની એકટ્રેસ શ્રી લીલા કેટલાક સમયથી બોલીવૂડના બારણે ટકોરા મારી રહી છે પરંતુ તેના બોલીવૂડ ડેબ્યૂના શરુઆતના પ્રયાસો નિષ્ફળ ગયા છે. અગાઉ બે પ્રોજેક્ટ અંગે અનિશ્ચિતતાના વાદળ છવાયાં બાદ હવે એ નક્કી થયું છે કે તે ઈબ્રાહિમ અલી ખાન સાથેની ફિલ્મ ‘દિલેર’થી જ ડેબ્યૂ કરી રહી છે. અગાઉ શ્રી લીલા વરુણ ધવનની ફિલ્મથી ડેબ્યૂ કરવાની હોવાની વાત પ્રસરી હતી. બાદમાં અપડેટ આવ્યું હતું કે શ્રીલીલાએ આ પ્રોજેક્ટ ગુમાવી દીધો છે.
તે પછી એક્શન ફિલ્મ ‘મિટ્ટી’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રી લીલાની જોડી બની રહી હોવાની વાત હતી. પરંતુ, ફાઈનાન્સના અભાવે આ ફિલ્મ અટકી પડી હતી. હવે એટલું કન્ફર્મ મનાય છે કે તેની પહેલી હિંદી ફિલ્મ ઈબ્રાહિમ અલી ખાન સાથેની ‘દિલેર’ જ હશે. ‘દિલેર’ એક સ્પોર્ટસ ડ્રામા હોવાનું મનાય છે. જોકે ઈબ્રાહિમ અલી ખાને હજુ બોલીવૂડમાં જાતે એસ્ટાબ્લીશ થવું બાકી છે. તેની સામે શ્રી લીલા બહુ ટૂંકા સમયમાં જ તેલુગુની ટોચની સ્ટાર બની ચૂકી છે. તેલુગુમાં તેની સરખામણી રશ્મિકા મંદાના સાથે થાય છે. જોકે રશ્મિકા ‘પુષ્પા’ની સફળતા બાદ હિંદી ફિલ્મોમાં પણ ઝડપથી આગળ વધી છે અને તેની પાસે હાલ અડધો ડઝન જેટલા મોટા પ્રોજેક્ટ છે.




