નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સ્ટેટ મોનિટરીંગ સેલના ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પોલીસ સબ ઇન્સ્પેકટર સ્ટેટ મોનિટરીંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર અને તેમની ટીમે તારીખ ૧૯ નારોજ નાંદોદ તાલુકાના સેગપરાથી રામપુરા જવાના રસ્તા ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન એક પીકઅપ ગાડી રોકી હતી. ત્યારે દારૂનો જથ્થો લઇ આવનાર મહિન્દ્રા પીકઅપ ડ્રાઈવર સંજય કેશુર વસાવા (રહે.ટાંકીવાળું ફળિયું. હાજરપુરા ગામ, તા.નાંદોદ, તથા નોકર બકુલ જેસંગ વસાવા (રહે.સરપંચવાળું ફળિયું, મોરાટેકરી, ગામ.તોરણા, તા.નાંદોદ)ને પકડયા હતા.
જ્યારે વોન્ટેડ આરોપીમાં દારૂનો જથ્થો મંગાવનાર, સપ્લાય કરનાર મુખ્ય આરોપી ભદ્રેશ ઉર્ફે કાલો ઉર્ફે કાલુ નિકુલ તડવી અને દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યો ઇસમ તથા પીકઅપ ગાડીનો માલિક તથા તપાસમાં નિકળે તે તમામ ભેગા મળી પોતાના આર્થિક ફાયદા માટે ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવાનું જાણવા છતા ગેરકાયદે વેચાણ કરવા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની જુદી જુદી સાઈઝની બોટલો કુલ નંગ ૪,૧૦૩ જેની કિંમત રૂપિયા ૧૭,૮૪,૫૧૬/- ગણી તથા મોબાઈલ ફોન નંગ ૦૧, કિં. રૂા.પ૦૦૦ તથા અંગઝડતીના રોકડા રૂા.૩૫૮૦ તેમજ વાહન-૦૧, કિં. રૂા. ૬ લાખ તમામ મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૨૩,૯૩,૦૯૬/- લઈ આવી ગુનાહિત કાવતરું રચી ઉપરોક્ત પકડાયેલા આરોપી સંજય કેસુર વસાવા તથા નહીં મળી આવેલો આરોપી ભદ્રેશ ઉર્ફે કાલો ઉર્ફે કાલુ નિકુલ તડવી અગાઉ પણ આ પ્રકારના ગુના કરવાનો ગુનાહીત ઈતિહાસ ધરાવતા છે. જે બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અ.હે.કો. દિપકભાઈ રાજેન્દ્રભાઈ નોકરી સ્ટેટ મોનિટરીંગ સેલના ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પાંચ આરોપી વિરુદ્ધ વિદેશી દારૂનો ગુનો દાખલ કરાયો હતો. જે અંગેની તપાસ ગરૂડેશ્વર પોલીસને સોંપાઇ હતી.
