દિલ્હીમાં ૧૫ વર્ષથી જૂના વાહનો માટે આકરા નિયમો અમલમાં આવી રહ્યા છે. આ નિયમો પહેલી જુલાઈથી અમલી થશે. તેમા ૧૫ વર્ષથી જૂના ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર પેટ્રોલ પમ્પ પર આવ્યા હશે અને ત્યાં ખબર પડશે કે તે જૂના વાહન છે તો તેને પેટ્રોલ તો નહીં જ મળે, ઉપરથા તેનું વાહન જપ્ત કરી લેવાશે. તેમા ટુ-વ્હીલરને પાંચ અને ફોર-વ્હીલરને દસ હજાર રૂપિયાનો દંડ થશે. આવું જ જાહેર સ્થળોએ પકડાનારા વાહનોનું થશે. ઉપરોક્ત ૧૫ વર્ષ પેટ્રોલના વાહનો માટે છે. ડીઝલના વાહનો માટે તો ફક્ત દસ જ વર્ષ છે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા આ નિયમોનો અમલ પહેલી જુલાઈથી શરૂ થશે. દિલ્હીના ૫૦૦ ફ્યુઅલ સ્ટેશનો પર ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન કેમેરા મૂકવામાં આવ્યા છે, જે ઇઓએલ વ્હીકલની ચકાસણી કરશે. દિલ્હીમાં લગભગ ૬૨ લાખ વાહનો હોવાનું મનાય છે. તેમા ૪૧ લાખ ટુ-વ્હીલર છે. સીએક્યુએમના ટેકનિકલ મેમ્બર વિરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, જ્યારે કોઈ વાહન ફ્યુઅલ સ્ટેશનમાં આવશે ત્યારે ખાસ એએનપીઆર કેમેરા નંબર પ્લેટ વાંચશે.
આ નંબરની તાત્કાલિક ચકાસણી સેન્ટ્રલ વાહન ડેટાબેઝ સાથ થશે, જેમાં વાહનની વય, ઇંધણનો પ્રકાર અને રજિસ્ટ્રેશન જોવાશે. હવે જો આ વાહન ઇઓએલ હોય તો તેને ઇઓએલ વ્હીકલનું લેબલ અપાશે. સિસ્ટમ તરત જ ફ્યુઅલ સ્ટેશનના સ્ટાફને તેને રીફ્યુઅલ ન કરવા એલર્ટ કરશે. આ નિયમ ભંગનું રેકોર્ડિંગ થશે અને તે સંલગ્ન એજન્સીઓને મોકલાશે, જે આ વાહનને જપ્ત કરશે અને તેને સ્ક્રેપ માટે મોકલી આપશે. દિલ્હી ટ્રાન્સપોર્ટેશન કમિશનર નિહારિકા રાયે જણાવ્યું હતું કે કોઈપણ ફ્યુઅલ સ્ટેશન પર ઇઓએલ વ્હીકલ જણાયું તો તેને ઘટનાસ્થળે જ જપ્ત કરવામાં આવશે.
આ પ્રકારના વાહનોના ઉપયોગને ખતમ કરવા માટે દંડ પણ લગાવવામાં આવ્યો છે. તેના માલિકોએ તેવું તેવું નિવેદન સુપ્રદ કરવું પડશે કે આ વાહનને જાહેર સ્થળોએ પાર્ક નહીં કરવામાં આવે અને તેનો ઉપયોગ પણ નહીં કરાય તથા દિલ્હીના અધિકાર ક્ષેત્રમાંથી તેને દૂર કરવામાં આવશે. દિલ્હીમાં જાહેર સ્થળો પરથી એઓએલ વાહનો દૂર કરવા એજન્સીઓ નિયમિત રીતે ડ્રાઇવ ચલાવતી રહેશે. આ માટે પરિવહન અને ટ્રાફિક પોલીસ અધિકારીઓની ટીમ દરેક ફ્યુઅલ સ્ટેશન પર ગોઠવવામાં આવશે. દિલ્હીમાં પહેલી જુલાઈ પછી આ જ નિયમ ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગૌતમનગર અને સોનીપતમાં પહેલી નવેમ્બરમાં અણલી બનાવાશે. એનસીઆરના બાકીના વિસ્તારોમાં પહેલી એપ્રિલ ૨૦૨૬થી આ નિયમ અમલી બનશે.
