વ્યારા તાલુકાનાં કેળકુઈ, કસવાવ, જેસીંગપુરા, કપુરા રૂટના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વ્યારા ખાતે શાળા, કોલેજ અને આઈ.ટી.આઈમાં અભ્યાસ કરવા માટે આવે છે. આ વિદ્યાર્થીઓ માટે સાંજે પરત ફરવા માટે બસની કોઈ વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓએ ખાનગી વાહનોમાં પરત ઘરે ફરવું પડે છે. ઘણી વખત ખાનગી વાહન સમયસર નહીં મળતા વિદ્યાર્થીઓને પરત ઘરે પહોંચતા મોડી રાત થઈ જાય છે. જેમાં શાળા-કોલેજની વિદ્યાર્થિઓ પણ હોય છે. જેથી વ્યારાથી સાંજે ૦૫:૧૫ કલાકે ઉપડતી હોય તેવી વ્યારાથી કેળકુઈ માટે બસની વ્યવસ્થા કરી આપવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપીના સભ્યોએ ગત રોજ ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું હતું. જો વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા નહીં કરાય તો બસ રોકો આંદોલન કરવા ચીમકી આપી હતી.



