સુરેન્દ્રનગર જિલ્લાનાં હળવદ તાલુકાનાં ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે આવેલા નાળામાં પાણી ભરાતા ૧૪ જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા. ત્યારે દિધડીયા ગામના બે સામાજીક આગેવાનએ જીવના જોખમે તમામ ૧૪ વિદ્યાર્થીઓના જીવ બચાવ્યા હતા. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી રોડનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાને કારણે મુશ્કેલી વેઢવી પડતી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો.
તેમજ હળવદ તાલુકાનાં ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે આવેલ નાળાનું કામ ચાલુ હોવાથી પાણી આવી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. પાણીનો ધસમસતો પ્રવાહ રોડ વચ્ચેથી નીકળી રહ્યો હોય લોકોને જીવના જોખમી અવર-જવર કરવી પડી રહી છે. આ સમસ્યા અંગે રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નહતો. ત્યારે આજે નાળામાં કેડ સમાણા પાણી ભરાતા ૧૪ વિદ્યાર્થીઓ ફસાયા હતા. દિધડીયા ગામના સામાજીક આગેવાન હરદેવસિંહ ઝાલા તથા અર્જુનસિહ ઝાલાએ જીવના જોખમે તમામ ૧૪ વિદ્યાર્થીઓના જીવ બચાવ્યા હતા.
