અમદાવાદ શહેરમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક કમકમાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી એક હોટલમાં વડોદરા નરસિંહરામ નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે.
આ ઘટનાએ વ્યાજખોરોની દૂષણને ફરી એકવાર સમાજ સમક્ષ ઉજાગર કર્યું છે. પોલીસે આ મામલે ચાર જેટલા આરોપીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી જાણકારી અનુસાર, વડોદરાના નરસિંહરામ તાજેતરમાં અમદાવાદ આવ્યા હતા. તેઓ કાલુપુરની એક હોટલમાં રોકાયા હતા અને અહીં તેમણે જીવનનો અંત લાવવાનું પગલું ભર્યું. પોલીસને ઘટનાસ્થળે એક સુસાઈડ નોટ મળી છે, જે હિન્દીમાં લખેલી છે. આ સુસાઈડ નોટમાં નરસિહરામેં પોતાની આત્મહત્યા પાછળનું કારણ સ્પસપણે જણાવ્યું છે. તેમણે લખ્યું છે કે, વ્યાજખોરો પાસેથી લીધેલા નાણાં પર તેમણે 5 થી 10 ટકા જેટલું ઊંચું વ્યાજ ચૂકવ્યું હોવા છતાં વ્યાજખોરો સતત વધુ રૂપિયાની ઉઘરાણી કરીને તેમને ત્રાસ આપતા હતા. આ સતત ત્રાસ અને હેરાનગતિથી કંટાળીને તેમણે આ અંતિમ પગલું ભર્યું હતું.નરસિંહરામ કથિત રીતે ‘સાઈટ જોવાના બહાને’ અમદાવાદ આવ્યા હતા, પરંતુ હકીકતમાં તેઓ વ્યાજખોરોના ત્રાસથી છૂટવા માટે આત્મહત્યાનો વિચાર લઈને આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને કાલપુર પોલીસ સ્ટેશનમાં કિર્તી મિશ્રા, બ્રિજેશ પટેલ, બજરંગસિંહ અને ભરત રાજપુરોહિત નામના ચાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ તમામ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.




