Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

શ્વાનોના ઉપદ્રવ ઘટાડવા સુપ્રીમ કોર્ટે આપ્યા નિર્દેશ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રખડતા શ્વાનોના માણસો પર હુમલાના કિસ્સા અવારનવાર જાણમાં આવે છે, કેટલાક કિસ્સામાં લોકોના મોત પણ થયા છે. એવામાં દિલ્હી-એનસીઆરમાં શ્વાનોના ઉપદ્રવ ઘટાડવા સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે દિલ્હી-એનસીઆરમાં બધા રખડતા શ્વાનોને આઠ અઠવાડિયાની અંદર પકડવા આવે અને ડોગ શેલ્ટરમાં શિફ્ટ કરવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે મ્યુનિસિપલ સંસ્થાઓ અને અન્ય એજન્સીઓને નિર્દેશ આપ્યો કે તેઓ નિર્ધારિત સમયમર્યાદાની અંદર શેલ્ટર ફેસિલિટી તૈયાર કરે ખાતરી કરે કે શ્વાનોને જાહેર સ્થળોએથી દૂર રહે. બેન્ચે સ્પષ્ટ પણે કહ્યું કે રખડતા શ્વાનોને શેલ્ટર ફેસિલિટીમાં જ રાખવામાં આવે અને શેરીઓ, માનવ વસાહતો અને જાહેર સ્થળોએ છોડવામાં ન આવે. કોર્ટે દિલ્હી સરકાર, MCD અને NDMCને તમામ વિસ્તારોમાંથી રખડતા શ્વાનોને પકડવા અભિયાન શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે ગયા મહિને શ્વાન કરડવાથી હડકવા થવાની ઘટનાઓ અંગેના મીડિયા અહેવાલ બાબતે સુઓ મોટો લીધો હતો. મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે શહેર અને તેની આસપાસના વિસ્તારમાં શ્વાન કરડવાના દરરોજ સેંકડો કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે, જેના કારણે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો હડકવાનો શિકાર બની રહ્યા છે.

અડચણરૂપ બનતા લોકો સામે થશે કાર્યવાહી: સુપ્રીમ કોર્ટે કહ્યું કે શિશુઓ અને નાના બાળકો પર કોઈપણ શરતે રખડતા શ્વાનોના હુમલા ન થવા જોઈએ. નોંધનીય છે કે ઘણા પ્રાણી પ્રેમીઓ શ્વાનોને પકડવાનો વિરોધ કરતા હોય છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી હતી કે જો કોઈ વ્યક્તિ કે સંગઠન રખડતા શ્વાનોને પકડવાની કામગીરીમાં અડચણરૂપ બનશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે NCR વિસ્તારમાં રખડતા શ્વાનોની સમસ્યા ઓછી કરવા એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરને અપગ્રેડ કરશે અને ઝોનવાર હડકવા વિરોધી જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!